સંઘ્યાકાળ (#11049)

હે  ઈશ, હે પ્રભુ! તારા પ્રેમીઓની આંખોમાં તારા વિરહને કારણે ઊંઘ ન હોય ત્યારે હું કેમ સૂઈ શકું? તારા ચાહકોના આત્મા તારાથી દૂર હોવાને કારણે વેદનામાં તડપતા હોય ત્યારે હું આડે પડખે કોમ થઈ શકું?  
હે મારા સ્વામી, મેં મારો આત્મા, અરે આખું અસ્તીત્વ જ તારા સામથ્ર્ય અને રક્ષણના જમણા હાથમાં મૂકી દીઘાં છે. તારી જ શકિતના પ્રતાપે મેં ઓશિકે માથું ટેકાવ્યું છે અને તારી જ ઈચ્છા પ્રમાણે, તારી મરજી મુજબ મારૂં માથું ઉપાડું છું તું જ ખરેખર, સંરક્ષક, રખેવાળ, સર્વશકિતમાન અને મહાસામથ્ર્યવાન છે. 
તારી શકિતના સોગંદ! મેં સૂતાં કે જાગતાં તું ન ઈચ્છતો હોય તેવું કશું નથી માગ્યું. હું તારો સેવક છું 
હું તો તારા હાથમાં છું. તારા આનંદની સુગંઘ આવે તેવું કોઈપણ કાર્ય કરવામાં મને ઉદારતાથી મદદ કર. સાચું કહુ તો, એ જ મારી આશા છે અને તારી નજીક પહોચ્ચયા છે તેમની આશા છે. હે જગત્પતિ તારો જય હો!

-Bahá'u'lláh
-----------------------

સંઘ્યાકાળ (#11050)

હે મારા પ્રભુ મારા નાથ મારી ઈચ્છાઓના લક્ષ્ય! આ તારો દાસ તારી દયાના છાપરા નીચે સૂવા માગે છે, તારી કૃપાના છત્ર નીચે આરામ કરવા માગે છે અને તારી સંભાળ અને રક્ષણની યાચના કરે છે. હે મારા પરમાત્મા, તારી કદીયે ન જંપે એવી આંખોને નામે હું તારી પાસે માગું છું કે મારી આંખોંનું એવું રક્ષણ કર કે એ તારા સિવાય બીજું કશુ જ દેખે નહિ. મારી આખોનું તેજ એટલુ વઘાર કે એ તારા સંકેતોને પારખી લે અને તારા પ્રાકટયના ક્ષિતિજના દર્શન કરી શકે. તે તું જ છે કે જેના પ્રાગટયના વિરાટ રૂપ સમક્ષ મહાબળશાળીઓ પણ કંપી ગયા હતા. 
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તુ સર્વશકિતમાન સૌને પરાજિત કરનારો બંઘનહીન છે.

-Bahá'u'lláh
-----------------------

