માર્ગદર્શન–રક્ષણ (#11041)

હે માર નાથ, માર ઈશ્વર, તું મહાન છે! જોરથી ફૂકાતા પવનો જેવી તારી કરુણાને નામે અને તારા ઉદે્શના આદિસ્ત્રોત અને તારી પ્રેરણાના ઉષઃસ્થાનના નામે હું તને વિનંતી કરૂં છું કે તું મારા પર તથા તારા આૈદાર્ય અને સમુદ્ધ કરુણાને પ્રતિબિંબિત કરતા તારા મુખમંડળનું દર્શન કરવા આતુર હોય, તારા આશીર્વાદ અને અનુગ્રહને પાત્ર હોય તેવા સૌ કોઈ પર તારી કરૂણાની વૃષ્ટિ કર. હે મારા સ્વામી, હું ગરીબ અને ઉપેક્ષિત છું. મને તારી સંપદાના સાગરમાં ડૂબી લગાવવા દે. હું તરસ્યો છું તારી પ્રેમકૃપાની સરિતાનાં જીવનજળ પીવા દે. 
હું તારૂં નામ ઉચ્ચારીને જેને તારા સ્વરૂપનો આવિર્ભાવ બનાવ્યો છે તેનું નામ ઉચ્ચારીને અને સ્વર્ગ તથા પૃથ્વી પર પ્રસરતી તારી વિવેકવાણીનો ઉચ્ચાર કરીને પ્રાર્થના કરૂં છું કે તારા બઘા સેવકોને તારી કરૂણાપૂર્ણ વિઘિલેખના વૃક્ષની છાયામાં એકત્ર કર. એમને એનાં ફળ ખાવા દે. એમના કાનને પાંદડાનો મર્મર ઘ્વનિ તથા તેની શાખાઓ પર દિવ્ય પક્ષીઓના સુમઘુર કલરવ સાંભળવા દે. તું ખરેખર, સંકટોમાં મદદગાર છે અગમ્ય, સર્વશકિતમાન અને પરમ ઔદાર્યપૂર્ણ છે.

-Bahá'u'lláh
-----------------------

માર્ગદર્શન–રક્ષણ (#11042)

હે ભકતવત્સલ, હું તને ભજુ છું, તને પુજું છુ! તારાં એકત્વ અને અદ્ધિતીયતાનો હું સાક્ષી છુ. ભૂતકાળ અને વર્તમાનકાળમાં તેં કરેલા અનુગ્રહનો સ્વીકાર કરું છું. તું પરમ ઉદાર છે, તારી દયાની વૃષ્ટિ ઊંચનીચના ભેદ વિના સૌના ઉપર સમાનતાથી થઈ છે. તારી કરૂણાની આભા, આજ્ઞાપાલકો અને અવજ્ઞાકારીઓ, બન્ને ઉપર સમા રીતે પ્રકાશી છે. 
હે દયાળુ ઈશ્વર, તારે બારણે દયાનાં તમામ સત્ત્વો માથું નમાવીને ઊભાં છે. તારા ઘર્મના અભયસ્થાનની ચોમેર તારી પ્રેમમય કરુણા વિલસી રહી છે. તારી અનાદિ કરુણાને અમે પ્રાર્થીએ છીએ અને તારા અત્યારના અનુગ્રહોની માગણી સાથે અમે તને પ્રાર્થના કરીએ છીએ કે તું આ પ્રાણીસૃષ્ટિમાં જે કોઈ આવ્યા છે તેમના ઉપર દયા કર અને તાર યુગમાં એમને તારી દયાના ભંડારથી વંચિત ન કર. 
સૌ નિષ્કિંચન  અને યાચક છે. તું સર્વસંપન્ન, સર્વનિયતા, સર્વસામર્થ્યવાનછે.

-Bahá'u'lláh
-----------------------

માર્ગદર્શન–રક્ષણ (#11043)

હે સ્વામી માર પરમેશ્વર, તું મહાન છે! તને હું પ્રાર્થના કરું છું કે તારા સેવકોનાં હૃદયોને મુખમંડળના દર્શનથી વંચિત કરે એવું સર્વ કંઈ, તારી છલકાતી કરૂણાના વાદળોમાંથી વૃષિ્ટ કરીને ઘોઈ નાખ, કે જેથી તેઓ બઘા તને ઓળખી શકે. તું જ રચયિતા અને સૃષ્ટા છે. હે પ્રભુ, જયાં દરેક પ્રકારની  દુર્ગંઘને તારા ઉદત્ત અને ભવ્ય નામનું ઉદ્ગાન કરનારી વાણીની સુગંઘથી અલગ પાડી શકાય અને સ્વર્ગ તથા પૃથ્વી પરનું જે કંઈ હોય તે પ્રાપ્ત થાય તો પણ એના પ્રત્યે નજર સરખી પણ માંડયા વિના તારી સાથે એકરાગતા અનુભવાય અને તારી સ્તુતિ બંઘ રાખવાનું મન ન થાયા એવાં બિંદુએ તારા સેવકો પહોચે તેમાં તારી સાર્વભૌમ સત્તાથી સહાય કર. હે મારા પ્રિયતમ, મારા હૃદયની કામના, મારી પ્રાર્થના કાને ઘર અને તારા મુખના દર્શન માટે તલસતા તારા સેવકને નાસિ્તકોની બરછીઓથી અને તારા સત્યને નકારાઓના દંડાઓથી બચાવ. હે નાથ તારા સેવકને વર આપ કે જેથી એ તને સંપૂર્ણ સમર્પણ કરે, તારા નામની ઉદ્ઘોષણા કરે અને તારા પ્રાગટયના અભયસ્થાન પર દ્રષ્ટિ માંડે. ખરેખર, તારૂં સાનિઘ્ય ઝંખનારાને તેં કદી પણ તારી કરૂણાને બારણેથી પાછા નથી વાળ્યા. તને શોઘનારાને તારી કૃપાના દરબારમાં આવતા નથી રોકયા, તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વસામર્થ્યવાન, સર્વોત્તુંગ, વિઘ્નહર્તા ભવ્યતમ, સર્વનિયંતા, બંઘનમુકત છે.

-Bahá'u'lláh
-----------------------

માર્ગદર્શન–રક્ષણ (#11044)

અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, જેઓને ખોટા માર્ગે ચડાવી દેવાયા છે તેઓને ન્યાયી અને ઉચિત મનોદશા પ્રાપ્ત કરવામાં ઉદારભાવે સહાય કર. જેઓ બેદરકાર હોય તેમને સજા કર. હે માર નાથ! તારી કૃપાના બારણે આવવાની તારા સેવકોને મનાઈ ન કર. તારી ઉપસિ્થતિના દરબારમાંથી એમને કાઢી ન મૂક. વ્યર્થ તરંગોનું ઘુમ્મસ વિખેરવામાં, મિથ્યા કલ્પનાઓ તથા આશાઓના પરદા ચીરી નાખવામાં એમને મદદ કર. ખરેખર તું સર્વસંપન્ન,  સર્વોચ્ચ છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, મહાકરૂણાસિંઘુ છે.

-Bahá'u'lláh
-----------------------

માર્ગદર્શન–રક્ષણ (#11045)

હે પરમેશ્વર, માર નાથ તારો જયઘોષ કરૂં છું! તારૂં નામ લેતાં તેં તારા માર્ગદર્શનના ઘ્વજ લહેરાવ્યા અને તારી પ્રેમભીની કરુણાનો પ્રકાશ પાથર્યો તથા તારા સ્વામીત્વનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું, એજ નામનો ઉચ્ચાર કરીને હું તને પ્રાર્થના કરૂં છું. તારા લક્ષણોના સંકુલમાં પણ એ નામનો જ દિપક પ્રકાશે છે. એ નામ થકી જે તારા એકત્વનો શીતળ મંડપ અને અનાકિતનું રૂપ છે તે પ્રકાશ પામે છે; એ નામ લેતાં તારા માગદર્શનના રસ્તા જાણી શકાયા છે, પરમાનંદના માર્ગ અંકિત થયા છે. એ નામ લેતા ભૂલોના પાયા હચમચી ઊઠયા છે. તથા દુષ્ટાના સંકેતો ભુંસાઈ ગયા છે; તારા એ નામમાંથી જ્ઞાનનાં ઝરણાં વહી નીકળ્યા છે અને સ્વર્ગીય વૃષ્ટિ થવા માંડી છે. એ નામ દ્વારા તેં ચાકારોને આરોગ્ય બક્ષ્યું છે અને તારી જીવનદાયી શકિતમાં એમને ભરોસો બંઘાવ્યો છે, એમના ઉપર કોમળ અનુગ્રહો વરસાવ્યા છે અને તારી પ્રાણીસૃષ્ટિને    આશીર્વાદરૂપે ક્ષમાનું દાન કર્યું છે; એ જ નામ મુખેથી ઉચ્ચારીને તને અરજ કરૂં છું કે જે દૃઢ  રહ્યા છે અને તારી પાસે પાછા ફર્યા છે જે તારી દયાને આસરે છે અને તારી કૃપાના પાલવને પકડી રહ્યા છે એમના ઉપર તું સંજીવનીની વૃષ્ટિ કર અને તને સ્વીકાર્ય બને એવી એકાગ્રતા એમનામાં ભરી દે તથા તારી પ્રગાઢ શાંતિના અમીવર્ષણથી એમને નવડાવી દે. 
ખરેખર તું રોગનિવારક, રક્ષક, સહાયક, સર્વશકિતમાન સર્વસામથ્યવાન, ભવ્યોદાત્ત અને સર્વાન્તયામી છે.

-Bahá'u'lláh
-----------------------

