મઘ્યરાત્રી (#11065)

*( હે સત્યના શોઘક! તારી એવી કામના હોય કે, ઈશ્વર તારી ³આઘ્યાતિ્મક´ આંખ ખોલે તો તારે ઈશ્વરને જ શરણે જવું જોઈએ, અને મઘરાતે એની આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ, એની જોડે સંવાદ રચવો જોઈએ)
 હે નાથ! મારું મુખ તારાં અદ્વૈતત્વના રાજય ભણી છે. હું તારી દયાના સાગરમાં ડૂબી ગયો છું. અંઘારી રાતે તારો પ્રકાશ્ પાથરીને મારી દૃષ્ટિને આલોકિત કર. આ અદ્ભૂત યુગમાં તારા પ્રેમનો કંસુબો પાઈને મને પુલકિત કર ! હે સ્વામી, તારો ઉપદેશ સાંભળવાની મને શકિત દે અને તારી ભવ્યતાનો પ્રકાશ જોઈ શકું તથા તારા પરમ સૌંદર્ય પ્રત્યે આકર્ષાઉં તે માટે મારી સમક્ષ તારાં સ્વર્ગનાં બારણાં ખોલી દે. ખરેખર તું દાતા, ઉદાર, દયાળુ અને ક્ષમાવાન છે.

-`Abdu'l-Bahá
-----------------------

