બાળકો (#11040)

હે પરમેશ્વર, તારૂં જ નામ લેવાથી માંદા સાજા થઈ જાય છે, અસ્વસ્થને સ્વાસ્થય પાછું મળે છે, તરસ્યો પાણી પામે છે, જખમીને શાતા મળે છે, માર્ગ ભૂલેલાને માર્ગદર્શન મળે છે, પતિતોનો ઉદ્વાર થાય છે, અકિચનો લક્ષ્મીવાન બને છે, અજ્ઞાનીઓને જ્ઞાનલાભ થાય છે, શોકમગ્ન પ્રફુલિ્લત થાય છે, દુઃખી આનંદ પ્રાપ્ત કરે છે, ઠંડા હોય તેમને ઉષ્મા પ્રાપ્ત થાય છે અને દલિતોનો ઉદ્ધાર થાય છે. હે ભગવાન, તારા નામથી જ સમગ્ર ભૂતસૃષિ્ટમાં સ્પંદનો જાગ્યાં અને નક્ષત્રો ફેલાયાં, પૃથ્વીનો જન્મ થાયો, વાદળ બંઘાયાં અને તારા જ નામ થકી પૃથ્વી પર વરસ્યાં. ખરેખર સમગ્ર માનવ સૃષ્ટિ માટે એ તારા વરદાનનું પ્રતિક છે. 
એટલે જ, તેં નામ દ્વારા તારું ઈશ્વરીરૂપ પ્રગટ કર્યં અને સમગ્ર સૃષ્ટિથી તારા ઘર્મને ઊંચું સ્થાન આપ્યું, તે નામનું સ્મરણ કરીને તથા જે ગુણો દ્ધારા તારાં ઉત્તમોત્તમ બિરૂદો અને પવિત્રતમ લક્ષણ તેમ જ પારગમ્ય તથા સર્વોત્કૃષ્ટ અસ્તિત્વ પ્રગટ થાય છે તે ગુણોને યાદ કરીને હું તને વિનંતી કરૂં છું કે આજની રાતે તારી દયાના વાદળમાંથી આ બાળક ઉપર તારી સંજીવનીની વૃષ્ટિ કર. તેં આ બાળકને તારા સર્વાંગ આલોકિત અસ્તિત્વના સૃષ્ટિ  સામ્રરાજયમાં જોડયો છે; હવે એને તારી કૃપારૂપી વસ્ત્ર આપ, કલ્યાણ અને સ્વાસ્થયનો ઝબ્બો પહેરાવ અને તારા સુઘી પહોંચવામાં અવરોઘ સમાન હોય એવાં દુઃખો અને અવ્યવસ્થા સામે એનું રક્ષણ કર. સાચે જ, તારી એકલતાની શકિત જ સમગ્ર સૃષ્ટિની  *(શકિત) બરાબર છે. વાસ્તવમાં તું જ સર્વશકિતમાન અને આત્મનિર્ભર છે. ઉપરાંત આ બાળક ઉપર આ લોક અને પરલોકમાં જે શુભ હોય,  ગઈ અને આવતી પેઢી માટે જે શુભ હોય તેની અમીવૃષ્ટિ કર, એ તો તારી જ શકિત અને તારા જ જ્ઞાનથી શકય છે.

-Bahá'u'lláh
-----------------------

બાળકો (#11063)

હે ઈશ્વર ! આ શિશુનો તારા પ્રેમની છાતીએ વળગાડીને ઉછેર કર. એને નિયતિનાં સ્તનોના દૂઘનું પાન કરાવ. આ નવા છોડને તારા પ્રેમરૂપી ગુલાબવાડીમાં રોપીને માવજત કર. વિઘાતાનાં વાદળોમાંથી થતા વર્ષણ દ્વારા એનું પાલન કર. એને તારા અઘિરાજયનું શિશું બનાવ અને દૈવી લોક તરફ દોરી જા. 
તું સમર્થ અને દયાળુ છે ! તું દાતા છે, અમીવર્ષક છે. તારા આશીર્વાદ બઘાંથી પાર જાય છે.

-`Abdu'l-Bahá
-----------------------

બાળકો (#11064)

હે મારા નાથ ! હે મારા સ્વામી !   
          હું કુમળી વયનું બાળક છું. દયારૂપી સ્તનો દ્વારા મારૂં પોષણ કર. તારા પ્રેમની હૂંફમાં મને તાલીમ આપ. તારા માર્ગદર્શનની પાઠશાળામાં મને શિક્ષણ આપ અને તારી ઉદારતાની છાયામાં મારો વિકાસ કર. મને અંઘકારમાંથી છોડાવ. મને ઝળહળતા પ્રકાશ જેવો બનાવી દે. મને દુઃખમાંથી મુકત કર અને તારી ગુલાબવાડીનું એક ફૂલ બનાવી દે. કૃપા કરીને મને તારા પવિત્ર ઉંબરા પાસે ચાકર બનીને ઊભા રહેવા દે અને સાતિ્ત્વકતાનું મારામાં રોપણ કર. માનવ–જાતિને અનર્ગળ સંપતિ મળે તેમાં મને નિમિત્ત બનાવ. મને અનંત જીવનની મુદ્રાવાળો મુકુટ પહેરાવ. 
ખરેખર તું મહાસમર્થ, શકિતશાળી છે. દૃષ્ટા , શ્રોતા છે.

-`Abdu'l-Bahá
-----------------------

