પ્રશિક્ષણ (#11037)

હે મારા સ્વામી, હે ભગવાન, તારો જય હો! જે તારા સંકેતોનો ઉદયભાનું, તારા નામોની અભિવ્યકિત, તારી પ્રેરણાનો ભંડાર, તારા શાણપણનો ખજાનો છે તેને નામે તને પ્રાર્થના કરૂ છું કે હે  પરમેશ્વર, તારા પ્રિયજનો  તારા ઘર્મમાં અચળ રહી શકે, તારા એકત્વને ઓળખી શકે, તારી દિવ્યતાના સાક્ષી બની શકે  એટલા બળનું વરદાન એમને આપ. એમને એટલી ઊંચાઈએ લઈ જા કે જયાંથી તેઓ તારા પુનિત અને સર્વથા ભવ્ય સ્વરૂપનો જે આવિભાર્વ છે તેના સામર્થ્યનાં પ્રતિક સકળ પદાર્થોમાં દર્શન કરી શકે. 
હે મારા નાથ, તું જે ઈચ્છે છે તે કરે છે અને જે ચાહે છે તે આપે છે. તારા સામર્થ્ય પાસે કોઈપણ સત્તાઘીશ પાંગળો બની જાય છે. અને ગમે તેવો માંઘાતા હોય તે પણ તારી ભવ્યતા આગળ ઝાંખો પડી જાય છે. 
હું તને, તારા સમગ્ર સ્વરૂપને પ્રાર્થના કરું છું કે મને એવું વરદાન આપ કે જેથી હું તારા ઘર્મને માટે સહાયરૂપ બનું, તારાં ગુણગાન ગાઉં. મારા હૃદયને તારા અભયસ્થાન તરફ વાળુ અને તારાથી વિમુખ હોય તેવાં સઘળાંથી અનાસકત બનું. ટાારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સામર્થ્યવાન, ભવ્યતમ જ્ઞાનસિંઘુ છે.

-Bahá'u'lláh
-----------------------

પ્રશિક્ષણ (#11038)

તારા સામર્થ્ય આગળ બઘાજ પવિત્ર જનોએ પોતાની અસહાયતા પ્રગટ કરી છે અને દરેક ઈશ્વરીય દૂતે તારી સર્વગ્રાહી ભવ્યતાના સ્ત્રોત સામે પોતાની પામરતા કબૂલ કરી છે. હે ઈશ્વર, તારાં જયગાન થાઓ! તારા જે નામથી સ્વર્ગના દ્વાર ખુલ્યા છે અને ઉત્તમ સ્વર્ગભૂમિના નિવાસીઓ આનંદસમાઘિમાં ગરક થઈ ગયા છે તે નામનું આજે હું રટણ કરૂં છું અને તને પ્રાર્થના કરું છું કે આ યુગમાં હું તારી સેવા કરી શકું અને તારા પવિત્ર ગ્રંથમાં તેં જે નિર્દેશ આપ્યા છે તેનું પાલન કરી શકું એવું બળ આપ. હે મારા નાથ, તું જાણે છે કે મારામાં શું છે, પણ હું નથી જાણતો કે તારામાં શું છે તું સર્વજ્ઞ, અંતર્યામી છે.

-Bahá'u'lláh
-----------------------

પ્રશિક્ષણ (#11039)

હે માર ઈશ્વર, તું બઘી જ ભવ્યતા અને રાજસી એાજ, મહાનતા અને આદર, સર્વોપરિતા અને સાવભૌમત્વ, ઉદાત્તતા અન કરૂણાના વિસ્મય અને સત્તાનો સ્ત્રોત છે. તારો જય હો ! તું જેમને ઈચ્છે તેમને તારા મહાસિંઘુની પાસે લઈ જાય છે. તું જેમને ઈચ્છે તેમને તારા મહાનતમ આદિ નામને પિછાણવાનું માન આપે છે. પૃથ્વી અને સ્વર્ગમાં જે કંઈ છે તેમાંનું કશું પણ  તારી સાર્વભૌમ ઈચ્છાના અમલ સામે ટકી શકે એમ નથી. તું અનંતકાળથી સમગ્ર ભૂતસૃષ્ટિનું નિયમન કરતો આવ્યો છે અને હંમેશાં કરતો રહીશ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, મહાનતમ, સર્વ સામર્થ્યવાન, સંપૂર્ણ પ્રજ્ઞાયુકત છે. 
હે સ્વામી તારા સેવકોનાં મુખમંડળો પર પ્રકાશ ફેંક કે જેથી તેઓ તારામાં જ રત રહે. એમના હૃદયોની શુદ્ધિ કર  કે જેથી તેઓ તારી સ્વર્ગીય કૃપાના દરબાર ભણી આવે અને જે તારા સ્વરૂપનો   આવિર્ભાવ છે જે તારા તત્વનું પ્રાગટયસ્થાન છે તેને ઓળખી શકે. ખરેખર તું જ સમગ્ર સૃષિ્ટનો સ્વામી છે. 
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું બંઘનોથી પર છે, તું સૌનો નિયંતા છે.

-Bahá'u'lláh
-----------------------

પ્રશિક્ષણ (#11060)

હે મારા પ્રભુ! હે મારા પરમેશ્વર! હું તારો દાસ તારા તરફ ખેચાયો છું, તારા એકત્વના બારણા ભણી નમ્રતાપૂર્વક આવ્યો છું. અને તારી દયાના સામ્રરાજયને શરણે આવું છું. 
હે ઈશ્વર, મને પુરેપુરો તારો જ થઈને રહેવા દે, ફકત તારા જ વિચારોમાં લીન રહેવા દે, તારા પ્રેમના અગિ્નમાં પ્રજવલિત રહેવા દે, તારા સિવાય બીજા બઘાથી વિરકત રહેવા દે કે જેથી હું તારા ઘર્મ માટે કામ કરું તારા શાણપણનો પ્રચાર કરું, તારું જ્ઞાન ફેલાવું, તને ઓળખવાનો આનંદ સૌને વહેચું. 
હે પરમાત્મા ! હું તો તારા સમર્થ હાથો દ્વારા પ્રગટેલી જયોત છું, કસોટીઓના ઝંઝાવાતોથી એને ઓલવાઈ જવા દેતો નહિ. તારા માટે મારો પ્રેમ વઘતો રહે એવું કર, તારા અદ્વૈત સૌંદર્ય માટેના મારા તીવ્ર આકર્ષણમાં વૃદ્ધિ કર, મારી અંદર ‘સાઈનાઈ‘ શિખરમાં તારી આદ્ધિતિયતાનો જે ભભૂકતો અગ્નિ  છે તેને પ્રગટાવ તથા મારામાં છુપાયેલા શાશ્વત જીવનને તારી કરૂણા અને ઉદારતાથી જાગૃત કર. 
તું રક્ષક, દ્રષ્ટા, કરૂણામય, દયાળુ છે.

-`Abdu'l-Bahá
-----------------------

પ્રશિક્ષણ (#11061)

હે પરમાત્મા ! હે પ્રભુ તું જુએ છે કે, તારાં પ્રાણીઓની સામે હું નબળો, દીન અને વિનમ્ર છું છતાં પણ તારી શકિત અને સામથ્ર્યમાં વિશ્વાસ તથા પૂર્ણ આસ્થા રાખીને તારા સબળ સેવકોમાં તારા ઉપદેશનો પ્રચાર કરવા હું ઉઠયો છું.  
હે નાથ, હું તો કપાયેલી પાંખવાળુ પક્ષી છું પરંતું તારા અનંત આકાશને આંબવા ઈચ્છું છું. તારી અનુકંપા અને દયા વિના, તારી સંમતિ અને સહાય વિના, એ બની જ કેમ શકે? 
હે સ્વામી, મારી નબળાઈની દયા ખાઈને મને તારા સામર્થ્યથી સશકત બનાવ ! હે સ્વામી, મારી નિર્વિયતા  પર દયા લાવીને તારી શકિત અને રાજસિક ગૌરવથી મને મદદ કર ! 
હે પાલક ! તારી પવિત્ર પ્રાણફૂંકથી તો નબળામાં નબળો જીવ પણ માગ્યું મેળવી શકે છે, ઘારે તેનો માલિક બની શકે છે. ખરેખર, આ પહેલાં તેં તારા સેવકોને મદદ કરી છે; તેઓ પણ તારી સૃષ્ટિમાં સૌથી નબળા હતા, લોકોમાં સૌથી હીન હતા અને એ વખતના જગતના રહેવાસીઓમાં  તદ્દન પામર હતા; પરંતુ તારી કૃપા અને શકિત થકી માનવજાતમાં જે સૌથી ભવ્ય અને સૌથી ઉત્તમ હતા એમનાથી પણ એ આગળ વઘી ગયા. ક્ષુદ્ર જંતુમાંથી રાજસી બાજ બની ગયા, ખાબોચિયામાંથી સમુદ્ર બની ગયા. એ બઘું તારા જ વરદાન અને તારી જ દયાને પ્રતાપે થયું. તારી મહાકૃપાથી તેઓ પથપ્રદર્શનના ક્ષિતિજે ચમકતા તારા, અમરત્વના નંદનવનમાં કૂજન કરતાં પક્ષી, જ્ઞાન તથા શાણપણનાં વનોમાં ગર્જના કરતા વનરાજ તથા જીવનસાગરમાં તરતા મહામચ્છ જેવા બની ગયા. 
ખરેખર તું દયાળુ છે. સમર્થ અને શકિતશાળી છે. કૃપાળુઓમાં અત્યંત કૃપાળુ છે.

-`Abdu'l-Bahá
-----------------------

